R-Add1

Monday, February 2, 2015

તમને આઘેથી દેખ્યાની એક મજા છે


એક મજા છે 


તમનેઆઘેથી દેખ્યાની એક મજા છે,
ને સાવ નજીકથી અણદેખ્યા કરવાનીયે એક મજા છે.
સામસામે સાવ મળીએ, તોય જુએ નહીં સામું,
ને પછી પાછું વળીવળીને જોઇ લેવાનીયે મજા છે.
અમથું અમથું હસીહસીને બોલે નહીં કોઇ કાંઇ,
અમથું અમથું આંખોથી શરમાવાનું થાય.
જોતાં રહીએ એકબીજાને સવાલભર્યાં નયનોથી,
ને પછી ઘડીઘડી મૌનને ઉકેલવાનીયે એક મજા છે.
રમવા બેસીએ ચોપાટ માંડી ને તમે જીતી જાવ,
જાણીજોઇને હારી જવાનીયે એક મજા છે.
શણગાર સજી સોળે બે નયન મને ખોળે,
છાનામાનાં રૂપ એનું નિરખવાનીયે એક મજા છે.
અમથેઅમથો ઝઘડો કરતાં રહીએ સાવ અબોલે,
વિયોગ બની ગયો એવો વસમો હવે કોણ પહેલાં બોલે?
એકબીજાને આમ અબોલે આમ ઝઘડતા,
થોડું જતું કરીને મનાવી લેવાની એક મજા છે.
- કીર્તિ ધુરકા, પાલીતાણા




source

No comments:

Post a Comment