એક મુઠ્ઠીમાં હું આખ્ખું આકાશ ભરી આવી,
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી.
એક રેતીનંુ નગર હતું ને પગલાં ભીનાં,
ફરતે મારી છે દરિયો ને હું તરસ વિના.
હુ ખોબામાં ક્ષિતિજને લે ભરી આવી.
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી.....
એક હતો રૂમાલ અને એક હતી વીંટી,
ટાંગી દીધેલી મેં યાદો ત્યાં હતી ખીંટી,
હળવો તંે આપ્યો સાદ ને હંુ સરી આવી !
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી...
હથેળીમાં ઊગ્યા તો થયું કે તકદીર છે.
મુઠીમાં ભર્યું તો લાગ્યું કે નર્યું નીર છે..
સાત પગલાંમાં સપ્તપદી ફરી આવી !
તારી આંખોમા લે સાત દરિયા તરી આવી ...
- નિકેતા વ્યાસ
No comments:
Post a Comment