R-Add1

Sunday, April 26, 2015

Wednesday, April 15, 2015

બંધઆંખે સપનું જોયું


બંધઆંખે સપનું જોયું 



બંધઆંખે એક સપનું જોયું, 
બંધ બારણે તેને જતું જોયું. 
આંખ ઉઘડી તો હતી સવાર, 
નિરાશ મનને ખુલી આંખે તરતું જોયું. 
ઉઘડતા સવારમાં નીંદર નહોતી, 
પણ ઉઘડતા સવારમાં સપનું હતું. 
એક રાત વીતી ને એક સપનું પૂરું, 
એક સવાર પડી ને તેેને જતું જોયું. 
ઉઘાડ-બંધ થતી જિંદગીમાં જતાં સપનાં, 
આશા બાંધીને મનને હસાવતા સપનાં. 
ઘડીવારમાં કેવું જતું જોયું? 
બંધ આંખે એક સપનું જોયું. 
નિરાશ મનને હસતું જોયું, 
દરિયાના મોજાં વચ્ચે તેને ઉછળતું જોયું. 
- અશ્વિનરાઠોડ, વનાલિયા(મોરબી) 


source

મનેજરૂર છે

મનેજરૂર છે 


નહીંકહેલા તારા શબ્દોની, હા, મને જરૂર છે, 

જીવનના દરેક શ્વાસે તારી, હા, મને જરૂર છે.

કલ્પનાના સાગરમાં ડૂબી મોતી જ્યારે હું લાવું,

મોતીના કદરદાન તારી, હા, મને જરૂર છે.

અધવચ્ચે અટવાઉં જ્યારે હું જીવનની મઝધારમાં,

આશાનું કિરણ બનીને તારી, હા, મને જરૂર છે.

ઘણીબધી ખામીઓ ને અધૂરપ છે મુજમાં,

પામવાને પૂર્ણતા મારે, હા, તારી જરૂર છે.

-હાર્દિકપંડ્યા, ભાવનગર


source

દીવો કરજો


આભથી પરબારું આવ્યું દીવો કરજો 
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો 
પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે 
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો. 
ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ 
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો. 
આખો'દી પગ વાળી બેઠું જે આંખોમાં 
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો. 
શબ્દો ચગળીને ઊડતું મૌનનું પંખી 
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો. 
- જ્યોતિ હિરાણી 


source

દરેકવખતે અમારી હાર કેમ?


કેમ? 


દરેકવખતે અમારી હાર કેમ? 

જખ્મોનો આવો ઉપહાર કેમ?
મારે દુનિયા બેવફાઇની કટાર અમારા દિલમાં,
તોય ખુદા તું એમના પ્રત્યે ઉદાર કેમ?
દગાબાજોને બક્ષે ફૂલોની માળા તું,
ને અમને મળે કંટકોનો હાર કેમ?
અમારા ભાગે આવે અમાસની રાત,
બેવફાને સોનાની સવાર કેમ?
બંદગી અમે કરીએ તારી દિલોજાનથી,
તોય મુશ્કેલીઓનો અંબાર કેમ?
સરખા સમજે છે તું તારા દરેક બંદાને,
તો તારો આવો ન્યાય પરવરદિગાર કેમ?
- રાકેશસોલંકી, અમદાવાદ



source