હેખુદા હવે તો તું પડદા ઉઠાવી લે,
કાં મને ઉઠાવી લે, કાં બંધન ઉઠાવી લે.
હોય સ્વાર્થ જિંદગીના દરેક સંબંધમાં તો,
કાં ઉદર ઉઠાવી લે, કાં નયન ઉઠાવી લે.
હોય દુ:ખદ અંજામ જો પ્રણયનો તો,
કાં શમા ઉઠાવી લે, કાં પરવાના ઉઠાવી લે.
આપી દે વસંત બેસુમાર હવે તો મને તું,
કાં દમનો ઉઠાવી લે, કાં ચમન ઉઠાવી લે.
છે હયાત તારી ખુદાઇ તો તું ચમત્કાર કર,
કાં ભજન ઉઠાવી લે, કાં નમન ઉઠાવી લે.
નથી જીવવી એકલતાની જિંદગી,
કાં કફન ઉઠાવી લે, કાં જીવન ઉઠાવી લે.
- દિલીપ ખાચર, ખાંભડા(બરવાળા)
No comments:
Post a Comment