R-Add1

Tuesday, February 24, 2015

ઉઠાવીલે





હેખુદા હવે તો તું પડદા ઉઠાવી લે, 

કાં મને ઉઠાવી લે, કાં બંધન ઉઠાવી લે. 

હોય સ્વાર્થ જિંદગીના દરેક સંબંધમાં તો, 

કાં ઉદર ઉઠાવી લે, કાં નયન ઉઠાવી લે. 

હોય દુ:ખદ અંજામ જો પ્રણયનો તો, 

કાં શમા ઉઠાવી લે, કાં પરવાના ઉઠાવી લે. 

આપી દે વસંત બેસુમાર હવે તો મને તું, 

કાં દમનો ઉઠાવી લે, કાં ચમન ઉઠાવી લે. 

છે હયાત તારી ખુદાઇ તો તું ચમત્કાર કર, 

કાં ભજન ઉઠાવી લે, કાં નમન ઉઠાવી લે. 

નથી જીવવી એકલતાની જિંદગી, 

કાં કફન ઉઠાવી લે, કાં જીવન ઉઠાવી લે. 

- દિલીપ ખાચર, ખાંભડા(બરવાળા) 


SOURCE

Monday, February 23, 2015

ઊગતોસૂરજ પણ આથમશે,



ઊગતોસૂરજ પણ આથમશે, 

દિવસ ક્યાં અહીં કાયમ છે?

ભરતી ને ઓઠ આવ્યા કરે,

કિનારા ક્યાં કાયમ ભીના છે?

ક્ષિતિજમાં તો એક લાગે,

ધરતી ને આભ ક્યાં એક અહીં છે?

ઊંચું જોનારને ઠોકર વાગે,

સરળ જીવવાની મજા અહીં છે.

મળતો નથી જે મંદિર કે મસ્જિદમાં,

ઇશ્વર-અલ્લાહની ખોજ અહીં છે.

- દર્શન પંડ્યા, ફરિયાદકા(ભાવનગર)

SOURCE

આવેયાદ તારી ને આંખો બને રંગીન





આવેયાદ તારી ને આંખો બને રંગીન, 

ટપકે એમાંથી ઝાકળ, એમ પણ બને. 

લાગે દાવાનળ ને જાય પતંગિયું કોઇ ભેટવા, 

મળે અેની રાખ, અેમ પણ બને. 

ઉઘડે ફૂલ ને જાય પતંગિયું કોઇ ભેટવા, 

ચૂભે એના કંટક, એમ પણ બને. 

જુએ ઊર્મિલ સ્વપ્ન ને ઊઘડે એની મુઠ્ઠી, 

મળે તેમાં રાખ, એમ પણ બને. 

- ઊર્મિલાબા ગોહિલ, સોનાગઢ
SOURCE

આમ મિલાવશો ના નજરથી નજર


આમમિલાવશો ના નજરથી નજર તમને પ્રેમ થઇ જશે, 
ઇરાદો ના પણ હોય જો એવો, તો પણ એ‌વો વહેમ થઇ જશે. 
પ્રેમમાં છુપાવેલા કાંટા દેખાતા નથી કોઇ દી', 
નહીં કરો પ્રેમ તો ખુદ પર એક રહેમ થઇ જશે. 
ચાલી તો નીકળ્યા છો પ્રેમના પંથે આજ સંગાથમાં, 
વધારે આગળ ના વધશો, 
કાલે પાછા આવવું એકલાને મુશ્કેલ થઇ જશે. 
સાચવીને રાખ્યું હશે જે કાળજું વર્ષોથી આજ સુધી, 
એક પળમાં વેરવિખેર થઇ જશે. 
સમણાં જોઇ રહ્યા છો ને સ્વર્ગના પ્રેમમાં, 
એટલું યાદ રાખજો જીવતે જીવ તમને નરકની સેર કરાવશે. 
બંધ થશે દેખાતું દુનિયાની બહારનું તમને, 
દુનિયાથી આખી તમને વેર થઇ જશે. 
જોયો નહીં હોય જે તમાશો આખી જિંદગીમાં તમે, 
તમારી ખુદની જિંદગીનો એવો ખેલ થઇ જશે. 
કહે છે, કોઇ દી પ્રેમમાં પડતાં નહીં મિત્રો, 
વિચાર, વાણી અને હૃદય બધું નકામું થઇ જશે. 
- કુશલ દેવરૂખકર, અમદાવાદ

SOURCE

Thursday, February 19, 2015

એક મુઠ્ઠીમાં હું આખ્ખું આકાશ ભરી આવી,


એક મુઠ્ઠીમાં હું આખ્ખું આકાશ ભરી આવી, 
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી. 
એક રેતીનંુ નગર હતું ને પગલાં ભીનાં, 
ફરતે મારી છે દરિયો ને હું તરસ વિના. 
હુ ખોબામાં ક્ષિતિજને લે ભરી આવી. 
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી..... 
એક હતો રૂમાલ અને એક હતી વીંટી, 
ટાંગી દીધેલી મેં યાદો ત્યાં હતી ખીંટી, 
હળવો તંે આપ્યો સાદ ને હંુ સરી આવી ! 
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી... 
હથેળીમાં ઊગ્યા તો થયું કે તકદીર છે. 
મુઠીમાં ભર્યું તો લાગ્યું કે નર્યું નીર છે.. 
સાત પગલાંમાં સપ્તપદી ફરી આવી ! 
તારી આંખોમા લે સાત દરિયા તરી આવી ... 

- નિકેતા વ્યાસ 


SOURCE

આદત જિંદગીનીસફરમાં એકાંતમાં રહેવાની,





જિંદગીનીસફરમાં એકાંતમાં રહેવાની,
આદત પડી છે અમને.
બોલ્યા વગર બરબાદ થવાની, આદત પડી છે અમને.
મળે જો સાથ નાવનો તો હલેસાં મારવાની,
આદત પડી છે અમને.
કાંઠે પહોંચી છબછબિયાં કરવાની,
આદત પડી છે અમને.
રૂઠે જો કોઇ તો હસાવવાની, આદત પડી છે અમને.
મન મૂકીને હસ્યા પછી રડવાની,
આદત પડી છે અમને.
યાદોમાં ખોવાયા પછી ફરી મળવાની,
આદત પડી છે અમને.
મંજિલોની રાહમાં છુટા પડવાની,
આદત પડી છે અમને.
{સાગર વાળા, ભાવનગર

આપી આપીને તમે પીંછુ આપો સજન!


આપી આપીને તમે પીંછુ આપો સજન! 

પાંખો આપો તો અમે આવીએ... 
ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો ને એને 
મોગરાની કળી હલાવ્યા 
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે 
ઊંબરની કોર લાગી લાવ્યાં 
આપી આપીને તમે ટેકો આપો સજન! 
નાતો આપો તો અમે આવીએ......... 
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય અને 
લેખણમાં છોડી છે લૂ 
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય અમે 
લખીએ તો લખીએ પણ શું ? 
આપી આપીને તમે આંસુ આપો સજન! 
આંખો આપો તો અમે આવીએ......
--------  વિનોદ જોશીનું


SOURCE

Monday, February 2, 2015

દિલમાંસતત અરમાન ઊઠતાં રહ્યાં,


ઊઠતાં રહ્યાં 



દિલમાંસતત અરમાન ઊઠતાં રહ્યાં,
સમંદરમાં જાણે તૂફાન ઊઠતાં રહ્યાં.
જીવનમાં સાચા પ્રેમને પામવા,
સ્વપ્નમાં અજાણ્યાં વદન ઊઠતાં રહ્યાં.
કોણ ટકોરા મારી ગયું દિલના દ્વારે,
હૃદયમાં સેંકડો ઉમંગ ઊઠતાં રહ્યાં.
ભવસાગરમાં જીવનનાવ તો ચાલતી રહી,
શાંત જીવનમાં વેદનાના તરંગ ઊઠતાં રહ્યાં.
ભલે સાથ આપનો આજ મુજને નથી,
આપણી મુલાકાતના પ્રસંગ ઉડતાં રહ્યાં.
લાગણીના આવેશમાં તમને ખૂબ ચાહ્યાં,
બંધ આંખોની પાંપણો પર રૂદન ઊઠતાં રહ્યાં. 

- ભરત ભટ્ટ, મુંબઇ


source

તમને આઘેથી દેખ્યાની એક મજા છે


એક મજા છે 


તમનેઆઘેથી દેખ્યાની એક મજા છે,
ને સાવ નજીકથી અણદેખ્યા કરવાનીયે એક મજા છે.
સામસામે સાવ મળીએ, તોય જુએ નહીં સામું,
ને પછી પાછું વળીવળીને જોઇ લેવાનીયે મજા છે.
અમથું અમથું હસીહસીને બોલે નહીં કોઇ કાંઇ,
અમથું અમથું આંખોથી શરમાવાનું થાય.
જોતાં રહીએ એકબીજાને સવાલભર્યાં નયનોથી,
ને પછી ઘડીઘડી મૌનને ઉકેલવાનીયે એક મજા છે.
રમવા બેસીએ ચોપાટ માંડી ને તમે જીતી જાવ,
જાણીજોઇને હારી જવાનીયે એક મજા છે.
શણગાર સજી સોળે બે નયન મને ખોળે,
છાનામાનાં રૂપ એનું નિરખવાનીયે એક મજા છે.
અમથેઅમથો ઝઘડો કરતાં રહીએ સાવ અબોલે,
વિયોગ બની ગયો એવો વસમો હવે કોણ પહેલાં બોલે?
એકબીજાને આમ અબોલે આમ ઝઘડતા,
થોડું જતું કરીને મનાવી લેવાની એક મજા છે.
- કીર્તિ ધુરકા, પાલીતાણા




source