મને ગગનમાં વિહરવું ગમે પંખી બની,
પણ એકલા નહીં.
મને ઝરમરતા વરસાદમાં ભીંજાવું ગમે,
પણ એકલા નહીં.
મને ગુલાબી ઠંડીનો અહેસાસ ગમે,
પણ એકલા નહીં.
મને મીઠી નીંદર માણવી ગમે,
પણ એકલા નહીં.
મને તારો સાથ હોય તો ગમે,
પણ એકલા નહીં, એકલા નહીં.
-અલ્પેશકુમાર યાદવ, ગાંધીનગર
No comments:
Post a Comment