R-Add1

Monday, November 3, 2014

આગમન

આગમન





હૈયાનાગોખે તારું આગમન, 
ને દીવડાઓ પ્રગટી ઊઠ્યા. 
શ્વાસમાં આવીને બેઠી તું, 
ને શ્વાસ મહેકી ઊઠ્યા. 
અંતરના ઓરડે આસન કર્યું તેં, 
ને ચોમેર મોરલા ગહેકી ઊઠ્યા. 
હૈયામાં પ્રેમનો સૂર એક જાગ્યો, 
ને વૃક્ષે વિહંગો ચહેકી ઊઠ્યા. 
ઉરના ઉપવને આનંદનું આગમન, 
ને ફૂલો બધા જુઓ મહેકી ઊઠ્યા. 
હોઠે બસ મેં તારું નામ લીધું, 
ને મેઘધનુષ્યના રંગો ચમકી ઊઠ્યા. 
                                                           -હરિલાલ ઠક્કર, અમદાવાદ 
Source Link

No comments:

Post a Comment