ચાલએક આંટો બહાર મારી આવીએ,
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ.
આમ તો સ્થળ ક્યાં કોઇ પણ બાકી હવે,
કોઇના દિલ સુધી લટાર મારી આવીએ.
આપવાની મજા શું હોય છે જાણવા,
વૃક્ષ કે વાદળને મળી આવીએ.
હસ્તરેખાઓ સૂકાઇ જાય સારું નહીં,
કોઇકના આંસુ લૂછી એને પલાળી આવીએ.
-રેહાના મલિક, અમદાવાદ
No comments:
Post a Comment