મારા રસોડામાં સરખું કંઇ થાય નહીં વાસણ બહુ ખખડે પણ સરખું રંધાય નહીં.. કૂકર ને મિક્સર બે એવા રંજાડે દેખાડે મુજને તારા ધોળે દહાડે સીટી વાગે સરખી, ચટણી વટાય નહીં રાંધી જાણું ઝાઝું એમ તો બોલાય નહીં.... જોઉં 'રસોઇ શો' ને થાય ઘણી હોંશું વાનગી બનાવવાના ચડે મને જોશું (પણ) મોંઘા મસાલા ને મેવા પોસાય નહીં એના વિનાની કોઇ વાનગી વખણાય નહીં...... મેવા મસાલા વિના વાનગી શું કરવી ? ઘરના જમનારાની સામે શું ધરવી ? સાસુ વખાણે નહીં (એ તો ઠીક છે હવે) (પણ) એનો દીકરોય રિઝાય નહીં......... આવું તો હાલ્યે રાખે, ચિંતા કરાય નહીં કોઇનાય રસોડામાં સરખું સૌ થાય નહીં વાસણ ખખડે તો વાસણ કહેવાય નહીં... -સ્વાતિ મેઢ
No comments:
Post a Comment