R-Add1

Tuesday, October 28, 2014

શિયાળો




િશયાળાનીવહેલી પરોઢે, 

સૂરજના તેજ િલસોટા શરમાયા, 

આંખોમાં દોડતાં સપનાંઓ, 
પાંપણોમાં ધુમ્મસ થઇ અથડાયા. 
કાિતલ ઠંડીમાં અઢળક ઉમંગો, 
ધાબળા મહીં ઠુંઠવાયા, 
સમણાના તારલાઓ બુઝાયા િનશ્વાસથી, 
સૂના ઓિશકાં ભીંજાયા. 
પંખીઓનો કલરવ શરૂ થયો ને, 
િક્ષતિજે રંગો ઊભરાયા, 
રાતભર ઠંડીમાં થીજેલા આંસુઓ, 
હવે ટહુકો બનીને પીગળ્યા. 
િશયાળાના ઠંડા ઠંડા વાયરા મારા, 
ચંચળ મનને વીંટળાયા, 
ને ઊઘડતા તડકાની કોમળ જ્વાળામાં, 
સુંવાળી મહેક થઇ લહેરાયા. 
ધુમ્મસ ને તડકાના વાદળોમાં, 
પંખીઓ પાંખો ફફડાવી મલકાયા, 
િશયાળાની રાતે ગલુિડયાંઓ દોડી, 
હૂંફાળે ખોળે ચસચસ લપાયા. 
િશયાળાની વહેલી પરોઢે, 
સૂરજના તેજ િલસોટા શરમાયા, 
આંખોમાં દોડતાં સપનાંઓ, 
પાંપણોમાં ધુમ્મસ થઇ અથડાયા. 
                                                  -પ્રવીણ સરાધીઆ, સુરત
Source Link

No comments:

Post a Comment