હવેહું સંકોરાવા માંડી મારા વનમાં... એકાંત ઓગાળી. કોકિલનો કુંજારવ તો મનેય સંભળાતો રોજ આમ્રવનમાં. આંગણે ડોલતો ડોલર, રૂપાળો મોગરો, હસતો ગલગોટો, તો ક્યાંક મઘમઘતી જાઇ-જૂઇ ને કરેણ. કહીં ગુલાબ, ચંપો ને ચમેલી... દોડી દોડી ધમણ માફક ધમધમતી મધુમાલતીની માદકતા મન ભરી આંખોથી પીધી છે. કદાચ અેનો હાંફ છે, ક્યારેક તો મારામાં યે ખીલી હતી વસંત કેસૂડાના રંગ નીતરતી. પણ હવે... મારા સુંદરવનમાં પાનખરના ચક્રએ સ્તબ્ધતા વેરી છે. મુગ્ધ વર્ષાને પાછી ઠેલી છે, મૌનાલયને વિસ્તાર્યું છે. -રક્ષા ચોટલિયા, રાજકોટ |
No comments:
Post a Comment