R-Add1

Showing posts with label નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏ . Show all posts
Showing posts with label નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏ . Show all posts

Wednesday, December 23, 2015

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏ 

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏ 

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે 

તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે 

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે 

અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે 

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો 

અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો 

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી 

અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી 

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો, 

આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો? 

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી 

એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી. 

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો 

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

--ફાધર વાલેસ