R-Add1

Showing posts with label દીવો કરજો. Show all posts
Showing posts with label દીવો કરજો. Show all posts

Wednesday, April 15, 2015

દીવો કરજો


આભથી પરબારું આવ્યું દીવો કરજો 
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો 
પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે 
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો. 
ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ 
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો. 
આખો'દી પગ વાળી બેઠું જે આંખોમાં 
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો. 
શબ્દો ચગળીને ઊડતું મૌનનું પંખી 
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો. 
- જ્યોતિ હિરાણી 


source