રમ્ય પ્રભાતે
પંખીનાકલરવ સાથે અંધારું આછરતું જાતું રમ્ય પ્રભાતે,
મંદિરમાં ધડધડ નગારા ઝાલર સાથે વાગે રે રમ્ય પ્રભાતે.
ઘાસ પર ઝાકળની નથડી રમ્ય પ્રભાતે,
પંખીના ઉર કલરવનો હાર રમ્ય પ્રભાતે.
ખેડૂઓ ઢાંઢાને જોતરે સ્વપ્ન ચિતરવા રમ્ય પ્રભાતે,
નારીઓ ઝબકીને જાગે દહીંડા વલોવવા રમ્ય પ્રભાતે.
ઢોરના ધણ છોડે ગોવાળિયાં રમ્ય પ્રભાતે,
પનિહારી પિયુને સાકરે રમ્ય પ્રભાતે.
ઠંડીનાં સુસવાટા સાથે સૌની દાઢી ડગડગ ડગડગ રમ્ય પ્રભાતે,
આભમાં ઊડતાં પંખીઓ કલબલ કલબલ રમ્ય પ્રભાતે.
-નયન બોથરા, શેલણા(અમરેલી)
FRIEND GIVE YOU COMMENT
KEEP VISITING :)
No comments:
Post a Comment